Central Networksમાં આપનું સ્વાગત કરીએ છીએ
Central Networksમાં આપનું સ્વાગત કરીએ છીએ; Midlands Electricity અને East Midlands Electricityના સમન્વયથી રચાયેલો અમારો વિતરણ વ્યવસાય.
અમે ઈસ્ટ અને વેસ્ટ મિડલૅન્ડ્ઝના 49 લાખ ગ્રાહકોને 133,000 કિ.મી.ના અંડરગ્રાઉંડ અને ઓવરહેડ કેબલ અને લગભગ 97,000 સબસ્ટેશનો મારફતે વીજળી પૂરી પાડીએ છીએ.
ચુકેમાં Central Networksને વિદ્યુત વિતરણ ક્ષેત્રની સર્વશ્રેષ્ઠ કંપની બનાવીને ગ્રાહકોને શક્ય તેટલી ઉત્તમ સેવા આપવાનું અમારૂં લક્ષ્ય છે.
Central Networks, E.ON UKનો ભાગ છે, જે વિશ્વમાં મૂડીરોકાણકારોની માલિકીની સૌથી મોટી વીજળી અને ગૅસ કંપની E.ON Groupનું અંગ છે.
અમારો સંપર્ક શી રીતે કરશો
તમે અંગ્રેજી ન બોલતા હો અને અમારી સાથે વાત કરવા માગતા હો તો અમારા સંપર્ક માટેના સામાન્ય નંબરો ડાયલ કરો અને અમારા કૉલ હૅન્ડલિંગ એજન્ટને તમારી માતૃભાષા વિશે કહો. અમે તમને અમારી ખાસ ભાષાકીય લાઇન પર મૂકીશું, જ્યાં તમે અમારી સાથે વાત કરી શકશો અને એક બહુભાષી ઓપરેટર, જે 100 કરતાં વધારે ભાષા જાણે છે, તે તમારી વાતચીતનો અનુવાદ કરશો.
તમે આ નંબરો પર અમને ફોન કરી શકો છો:
વીજળી ખોરવાઈ જાય - દિવસમાં 24 કલાક, વર્ષમાં 365 દિવસ
Central Networks ઇસ્ટર્ન રીજ્યન 0800 056 8090
વીજળી ખોરવાઈ જાય - દિવસમાં 24 કલાક, વર્ષમાં 365 દિવસ
Central Networks વેસ્ટર્ન રીજ્યન 0800 328 1111
સામાન્ય પૂછપરછ - સવારના 8.30 થી સાંજના 5.00, સોમવારથી શુક્રવાર
Central Networks ઇસ્ટ અને વેસ્ટ રીજ્યન્સ 0800 096 3080
